Women Scheme in India સખી વન સ્ટોપ સેન્ટર One Stop Center Scheme

 

One Stop Center Scheme સખી વન સ્ટોપ સેન્ટર યોજના



Ministry of Women  and Child Development  Department Government of India દ્વારા વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવેલ છે. જેના અંતર્ગત તમામ રાજ્યોમાં હિંસાથી પીડિત મહિલાઓને એક જ સ્થળેથી તાત્કાલિક આશ્રય તથા સંકલિત સેવાઓ પૂરી પાડવા માટે ઓગષ્ટ 2016 થી One Stop Center Scheme શરૂ કરવામાં આવી છે. રાજ્યના દરેક જિલ્લા મુખ્યમથકે ‘સખી વન સ્ટોપ સેન્ટર યોજના’ શરૂ કરવામાં આવેલ છે. આ યોજના હેઠળ OSC સેન્‍ટર 24×7 કલાક તથા 365 દિવસ ચાલુ રહેતી મહિલાઓની સેવામાં કાર્યરત રહે છે.


ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ હેઠળ દરેક રાજ્યના મહિલાઓના સશક્તિકરણ, સુરક્ષા અને વિકાસ માટે વિવિધ વિભાગો કામ કરે છે. જેમાં ગુજરાત રાજ્યમાંWCD Gujarat Mahila ane Bal Vikas Vibhag દ્વારા મહિલાઓ ઘણી બધી યોજનાઓનું મોનીટરીંગ તથા ચલાવવામાં આવે છે. જેમ કે 181 મહિલા હેલ્પલાઈન, વિધવા સહાય યોજના, સખી વન સ્ટોપ સેન્ટર વગેરે. સખી વન સ્ટોપ સેન્ટર મહિલાઓ માટે 24×7 ચાલુ રહે છે. આ સેન્ટર દ્વારા કોઇપણ જગ્યાએથી કોઈપણ હિંસાનો ભોગ બનેલ મહિલાઓને આશ્રય તથા કાઉન્સેલિંગ કરવામાં આવે છે.

જાહેર અને ખાનગી કોઈપણ સ્થળે મહિલા હિંસાનો ભોગ બને તો આ સેવાનો લાભ લઈ શકે છે. પીડિત મહિલાને એક જ છત્ર હેઠળ તેને જરૂર હોય તેવી તમામ સુવિધાઓ પુરી પાડવાનો મુખ્ય હેતુ છે. One Stop Center દ્વારા મહિલાઓને તાત્કાલિક તબીબી સારવાર, કાયદાકીય માર્ગદર્શન અને સહાય, પોલીસ સહાય પૂરી પાડવામાં આવે છે. આ ઉપરાંત મનોવૈજ્ઞાનિક પરામર્શ (Psychological Counseling) આપવામાં આવે છે. હિંસાગ્રસ્ત મહિલા પાસે રહેવાની સુવિધા ન હોય તેવા સંજોગોમાં હંગામી ધોરણે આશ્રય તાત્કાલિક ધોરણે પૂરી પાડવામાં આવે છે.


ગુજરાતમાં કોઈપણ સ્થળે, કોઈપણ હિંસાનો ભોગ બનેલ મહિલાઓ સખી વન સ્ટોપ સેન્ટરમાં ઘણી બધી સેવાઓનો વિનામૂલ્યે મેળવી શકે છે. જે નીચે મુજબ છે.

  • હિંસાનો ભોગ બનેલ મહિલાઓને તાત્કાલિક તબીબી સહાય આપવામાં આવે છે.
  • મહિલાઓને મફત કાનૂની સહાય અને કાયદાકીય માર્ગદર્શન આપવામાં આવે છે.
  • મહિલાઓ પર હિંસાના કિસ્સાઓમાં સખી સેન્ટર દ્વારા પોલીસ સહાય પૂરી પાડવામાં આવે છે
  • સેન્ટર પર આવેલી પીડિત મહિલાઓને કાઉન્સેલિંગ કરવામાં આવે છે.
  • પીડિત મહિલાને રહેવાની સગવડ ન હોય તો તેવા કિસ્સામાં 5 દિવસ સુધી મફત રહેઠાણ આપવામાં આવે છે. જ્યાં મહિલાને વિનામૂલ્યે જમવાનું પણ આપવામાં આવે છે
  • વન સ્ટોપ સેન્‍ટર યોજનામાં જાહેર સ્થળ, ખાનગી સ્થળ કે કુટુંબ સ્થળ પર કોઈપણ પ્રકારની હિંસાનો ભોગ બનેલ મહિલાઓ આ સેન્‍ટરનો લાભ લઈ શકે છે. આ સેવાનો લાભ લેવા માટે કોઈપણ જાતના જાતિ,જ્ઞાતિ,ધર્મનો ભેદભાવ રાખવામાં આવતો નથી. મહિલાના વૈવાહિક દરજ્જો, શૈક્ષણિક લાયકાત કે ઉંમરના ભેદભાવ વિના Sakhi One Stop Center Scheme ની સેવાઓનો લાભ લઈ શકે છે. નીચે આપેલી હિંસાનો ભોગ બનેલ મહિલાઓ સખી વન સ્ટોપ સેન્‍ટર યોજનાનો લાભ લઈ શકે છે.

  • ઘરેલું હિંસા
  • શારીરિક હિંસા
  • જાતિય હિંસા
  • માનસિક હિંસા
  • એસિડ એટેક
  • મહિલાઓના અનૈતિક વ્યાપાર
  • અન્ય કોઈપણ પ્રકારની હિંસાનો ભોગ બનેલ

ભારતના સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય (Ministry of Women & Child Development Department (WCD)  દ્વારા દેશના દરેક રાજ્યમાં વન સ્ટોપ સેન્‍ટર-સખી યોજના કાર્યરત કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. One Stop Centre (OSC) દ્વારા પીડિત-શોષિત મહિલાઓના સર્વાંગી ઉત્કર્ષ કરવાનું છે.

One Stop Center Guidelines મુજબ સેન્‍ટર પીડિત મહિલાને ઘરમાં, સમાજમાં અથવા કાર્યના સ્થળે થતી હિંસા સામે તમામ પ્રકારની મદદ પૂરી પાડવામાં આવે છે. આ સેન્‍ટર દ્વારા તબીબી સેવા , મનોવૈજ્ઞાનિક પરામર્શ, કાનુની માર્ગદર્શન, પોલીસ સેવા, આશ્રય અને સંસ્થાકીય મદદ પૂરી પાડશે. મહિલાઓ અને કિશોરીઓ સમાજમાં શારીરિક, જાતિય, ભાવનાત્મક, મનોવૈજ્ઞાનિક અને આર્થિક પ્રકારની હિંસાનો ભોગ બને છે. જેના લીધે એસીડ એટેક, ડાકણ પ્રથા, સ્ત્રી ભૂણહત્યા, ઘરેલું હિંસા, કાર્યના સ્થળે થતી હિંસા વગેરે સમાજમાં જોવા મળે છે. તમામ પ્રકારની મદદ એક જ સ્થળેથી પૂરી પાડવામાં આવશે.

વન સ્ટોપ સેન્ટર દ્વારા કોઈપણ મહિલાને કોઈપણ સ્થળ પર જવા-આવવા માટે વાહનની સુવિધા પણ પૂરી પાડવામાં આવે છે. આ ઉપરાંત હિંસાથી અસરગ્રસ્ત મહિલાના તાત્કાલિક બચાવ અને તેને સુરક્ષિત સ્થાન પર પહોંચાડવા માટે 181 મહિલા અભયમ હેલ્પલાઈનની વાનની પણ મદદ લેવામાં આવે છે.

જુવેનાઈલ જસ્ટિસ (બાળકોની સંભાળ અને રક્ષણ) અધિનિયમ-2000 અને બાળકોના જાતિય શોષણ સામે રક્ષણ આપતો અધિનિયમ-2012 અંતર્ગત કાર્યવાહી કરેલ હોય તેવી બાળકી/કિશોરીઓને પણ આ કેન્દ્ર ખાતેથી મદદ આપવામાં આવે છે.


સખી વન સ્ટોપ સેન્‍ટર પર આવતી પિડીત મહિલાઓની સમસ્યાઓનું સમાધાન લાવવા પ્રયત્ન કરવાનો પ્રયત્ય કરવામાં આવે છે. પિડીત મહિલાની સમસ્યા જાણવામાં આવે છે. જે માહિતી સંપૂર્ણ ગુપ્ત રાખવામાં આવે છે. આ સેન્‍ટર દ્વારા મહિલાઓની સમસ્યાઓ દૂર કરવા માટે નીચે મુજબની કાર્ય પદ્ધિતી અપનાવવામાં આવે છે.

  • કોઈપણ હિંસાનો ભોગ બનેલી મહિલા માટે ‘સખી’ વન સ્ટોપ સેન્ટરની તમામ સેવા નિઃશુલ્ક છે. 
  • સખી સેન્‍ટર પર આવેલી પીડિત મહિલા સાથે સહાનુભૂતિપૂર્વક વર્તન
  • કાયદાની મર્યાદાઓ પ્રમાણે મહિલાને પોતે નિર્ણય લેવા સમક્ષ કરવી.
  • સમસ્યાના ઉકેલ માટેના વિકલ્પો જણાવવા, જેમાંથી પોતે પસંદ કરે તે વિકલ્પ અનુસરવો.
  • પીડિત મહિલાઓને ભયમુક્ત કરવી અને આત્મ સન્માન જાળવવામાં મદદ કરવી.

રાજ્યમાં કોઈપણ જગ્યાએ મહિલા પર ઘરેલું હિંસા બની રહી હોય અથવા એવો ભય હોય તો  તે સમયે181 અભયમ મહિલા હેલ્પ લાઇન પર ફોન કરી તાત્કાલિક મદદ મેળવી શકે છે.  હિંસાથી પીડિત મહિલાને રહેવા માટે સુરક્ષિત જગ્યા ન હોવાના કિસ્સામાં ‘સખી-વન સ્ટોપ સેન્‍ટર” પર આશ્રય માટે મોકલી પણ આપવામાં આવે છે.

One Stop Centre - Sakhi Yojna (OSC) - Gender Resource | 
Sakhi One Stop Center|
SAKHI ONE STOP CENTRE OSC |
MINISTRY OF WOMEN & CHILD DEVELOPMENT
One Stop Centre Scheme |

  • સખી વન સ્ટોપ સેન્ટર એટલે શું?
    • કોઈપણ હિંસાથી પીડિત મહિલાઓની તમામ સમસ્યાઓના સમાધાન માટે એકમાત્ર સેન્ટર એટલે “One Stop Center”.
  • સખી વન સ્ટોપ સેન્ટરનો લાભ કોણ લઈ શકે છે?
    • મહિલાઓ જાહેર, ખાનગી કે કુટુંબ સ્થળ પર કોઈપણ હિંસાનો ભોગ બનેલા મહિલાઓ આ સેન્ટરનો સંપર્ક કરી શકે છે. મહિલાઓ ઉપર થયેલ ઘરેલુ હિંસા, શારીરિક હિંસા, જાતીય હિંસા, માનસિક હિંસા કે અન્ય કોઇપણ પ્રકારની હિંસાનો ભોગ બનેલ પિડીત મહિલા સેન્ટરનો લાભ લઈ શકે છે?
  • One Stop Center માં કઈ-કઈ સુવિધાઓ આપવામાં આવે છે?
    • આ સેન્ટર પર પીડિત મહિલાઓને કાયદાકીય સહાય, પોલીસ સહાય, ઇમરજન્સી સેવાઓ, તબીબી સહાય આપવામાં આવે છે. તથા મહિલાઓને ટૂંકા ગાળાનો વિનામૂલ્યે આશ્રય આપીને કાઉન્સેલિંગ કરવામાં આવે છે.
  • સખી વન સ્ટોપ સેન્ટર ક્યાં આવેલું હોય છે?
    • આ સેન્ટર ગુજરાત રાજ્યના દરેક જિલ્લાના મુખ્યમથકે, સિવિલ હોસ્પિટલની નજીક આવેલું હોય છે.
  • OSC સુધી કેવી રીતે પહોંચી શકાય છે?
    • કોઈપણ હિંસાનો ભોગ બન્યા હોય, ત્યારે ગુજરાત સરકારની 181 Women Helpline પર કોલ કરી શકે છે. 181 મહિલા હેલ્પલાઇન “સખી વન સ્ટોપ સેન્ટર” સુધી પહોંચાડવામાં મદદ કરશે. તથા મહિલાને મારઝૂડ કરીને ઘરેથી કાઢી મૂકવામાં આવે ત્યારે આ સેન્‍ટરમાં વિનામૂલ્યે આશ્રય મેળવી શકે છે.
Note : 
આ લેખ તમને માહિતી મળી રહે તે હેતુ થી લખવામાં આવે છે.
અમારા દ્રારા અનેક સ્ત્રોત દ્રારા માહિતી એકત્રિત કરી લખવામાં આવે છે,તેથી હમેશા માહિતી ને સતાવાર વેબસાઈટ અથવા અધીકુત વિભાગથી પુષ્ઠી કરવી.કોઈ પણ માહિતી માટે કોઈ પણ જવાબદારી અમારી વેબસાઈટ લેતી નથી.

NOTE – All the advertisements and vacancies placed on our website are advertised through the official website and we deliver them to you, so whenever you go to apply, you are kindly requested to visit the official website


Leave a Comment