Teacher’s Aptitude – શિક્ષકની અભિયોગ્યતા…Part 1

 શિક્ષકની અભિયોગ્યતા

Teacher’s Aptitude

    મનુષ્યમાં રહેલી કેટલીક વિશિષ્ટ આંતરિક શક્તિઓ કે જેને અભિયોગ્યતા કહેવાય. દા.ત. કોઈ વ્યકતિ સારું ગાઈ શકે.કોઈ વ્યકતિ ઝડપથી અને ચોકસાઈથી ગણતરીઓ કરી શકે. કોઈ સારું ચિત્ર દોરી શકે તો કોઈ સારી રમત રમી શકે. આ બધું વ્યક્તિની અભિયોગ્યતા બતાવેછે.

    આપણે સહું જાણીએ છીએ કે, દરેક મનુષ્યમાં કોઈને કોઈ વિશિષ્ટ શક્તિઓ રહેલી હોય છે. મનુષ્યમાં પડેલી આ ગર્ભિત શક્તિઓનો જો વિકાસ કરવામાં આવે તો તે મનુષ્ય જે તે ક્ષેત્રમાં પ્રાવીણ્ય  પ્રાપ્ત કરી સફળતાના શિખરો સિદ્ધ કરી શકે છે.

    મનુષ્યમાં રહેલી ગર્ભિત શક્તિઓને તાલીમ આપી વિકસાવી શકાય છે. જેમ કે, 

— ભાષા શક્તિ

— ગણન શક્તિ

— લેખન શક્તિ

વગેરે જુદા જુદા પ્રકારની અભિયોગ્તાઓ છે.

    અધ્યાપન પણ એક આભિયોગ્યતા છે. તે એક કરતાં વધુ અભિયોગ્યતાઓનો સમૂહ છે. સરકારી પરિપત્રમાં શિક્ષક અભિયોગ્યતા શબ્દ વપરાયો છે પણ હકીકતમાં સાચો શબ્દ અદ્યાપન અભિયોગ્યતા-Teaching Aptitude છે.

    જે વ્યક્તિ એટલે કે શિક્ષક વિદ્યાર્થીઓને રસ પડે એ રીતે જટિલ બાબતોને સરળતાથી શીખવે, શીખવવાની ક્રિયામાં પણ વિધાર્થીઓને સામેલ કરે,નવી નવી પધ્ધતિઓ અને પ્રયુક્તિઓ અજમાવે,વિવિધ  શૈક્ષણિક સાધનોનો ઉપયોગ કરીને શીખવે,વિવિધ ઉદાહરણો આપી સમજ સ્પસ્ટ કરે. આ બધી બાબતોને વ્યક્તિની એટલે કે શિક્ષકની અધ્યાપનમાં અભિયોગ્યતા ગણવામાં આવે છે. આ અભીયોગ્ય્તાને કેળવવી પડે તે જન્મજાત નથી.

Leave a Comment