Saurashtra University has published a Notification regarding GSET General Paper – 1 Free Coaching. Detailed Notification is available in this article.
નેટ/જીસેટ કોચીંગ સેન્ટર, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા GSET જનરલ પેપરૂ ના નિઃશુલ્ક તાલીમવર્ગ માટેની બેચ તા. ૧૪-૦૯-૨૦૨૩ થી શરૂ થશે.
ગુજરાતની યુનિવર્સિટીઓ અને કોલેજોમાં અધ્યાપક થવા માટે GSET પરીક્ષા ફરજિયાત કરી છે. આગામી નવેમ્બર ૨૦૨૩ માસમાં યોજાનાર તથા ગુજરાતની યુનિવર્સિટીઓ અને – કોલેજોમાં અધ્યાપક થવા માટે GSET પરીક્ષા ફરજિયાત કરી છે. અધ્યાપક તરીકે કારકિર્દી ઘડવા માંગતા ઉમેદવારો માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ ખાતે વિનામૂલ્યે તાલીમમાં જોડાવા માટેની ઉત્તમ તક આવી છે.
નેટ/જીસેટ કોચીંગ સેન્ટર, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા યુ.જી.સી.ની ૧૨મી યોજનાની માર્ગદર્શિકા મુજબ SC/ST/OBC (નોન-ક્રિમિલેયર) PH/MINORITY તથા GENERAL કેટેગરીના આર્થિક રીતે પછાત વિદ્યાર્થીઓ માટે વિનામૂલ્યે GSET જનરલ પેપર નં. ૧ ના તાલીમવર્ગની બેચ તા. ૧૪-૦૯–૨૦૨૩ ને ગુરૂવારથી સમય સવારે ૯ થી ૧૧ ના સમયમાં શરૂ થશે. GSET કોચીંગ સેન્ટરના વર્ગોમાં પી.જી.ના ફાઈનલ વર્ષના વિધાર્થીઓ તેમજ અનુસ્નાતક/એમ.ફિલ. તથા પીએચ.ડી.ના વિદ્યાર્થીઓ જોડાઈ શકશે.
ઉપરોક્ત તાલીમવર્ગમાં પ્રવેશ મેળવવા ઈચ્છતા આર્ટ્સ, કોમર્સ વગે૨ે વિદ્યાશાખાના વિદ્યાર્થીઓ પ્રવેશ માટે નેટ/સેટ કોચીંગ સેન્ટર, સી.સી.ડી.સી., ગ્રાઉન્ડ ફલોર, સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા પાછળ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ ખાતે તા. ૦૫–૦૯–૨૦૨૩ સુધીમાં તેમનું રજિસ્ટ્રેશન ફોર્મ સાથે એક પાસપોર્ટ સાઈઝનો ફોટો, જીસેટ પરીક્ષાનું ઓનલાઈન ભરેલ ફોર્મની ઝેરોક્ષ, છેલ્લા સેમેસ્ટરની માર્કશીટ, જાતિનો દાખલો તથા ક્રિમીલેયર સર્ટીફિકેટ સાથે લાવવાનું રહેશે. મર્યાદિત સંખ્યામાં પ્રવેશ આપવાનો હોવાથી વહેલા તે પહેલાના ધોરણે પ્રવેશ આપવામાં આવશે.
Notification Click Here
Official website Click Here