Manav Kalyan Yojana 2023 માનવ કલ્યાણ યોજના 2023 ઓનલાઇન ફોર્મ ભરો
Manav Kalyan Yojana 2023 Details | Download Form and How to Apply ?
આવી ઉપયોગી માહિતી સત્વરે મેળવવા આપણા વોટ્સએપ ગ્રુપ માં જોડાવા અહીં ક્લિક કરો
માનવ કલ્યાણ યોજના 2023
નાના વ્યવસાયકારોને મદદરૂપ થવા માટેની આ યોજનામાં આર્થિક રીતે પછાત વર્ગોના સમુહને પુરતી આવક અને સ્વરોજગારી ની તકો ઉભી કરવા માટે વધારાના ઓજારો/સાધનો ની ટુલ્સ કીટ રૂપે સહાય આપવામાં આવે છે. આ યોજના ગરીબી રેખાની નીચે જીવતી વ્યકિતઓ/કારીગરોની આર્થીક સ્થિતિ સુધારવા માટેની અગાઉની સ્વરોજગાર યોજનાને બદલે 1995 થી શરૂ કરવામાં આવી છે. આમાં ફેરીયા, શાકભાજી વેચનાર, સુથારીકામ વગેરે જેવી ૨૮ પ્રકારના વ્યવસાયો માટે નાના પ્રકારના વેપાર/ધંધા કરવા સમાજના નબળા વર્ગોના લોકો કે જેની કુટુંબની વાર્ષીક આવક નિયત મર્યાદા કરતા ઓછી હોય તેવા લોકોને સ્વરોજગારીની તકો ઉભી કરવા માટે વ્યવસાય માટે જરૂરી સાધન/ઓજાર સહાય ટુલકીટની યાદી મુજબની મર્યાદામાં આપવામાં આવે છે
આ પણ જુઓ… અહીં ક્લિક કરો
માનવ કલ્યાણ યોજના વ્યવસાય લીસ્ટ
માનવ કલ્યાણ યોજના 2023 મા નીચેના વ્યવસાય માટે સાધન સહાય ટુલ્સ કીટ મળવાપાત્ર છે.
કડીયાકામ
સેન્ટીંગ કામ
વાહન સર્વિસીંગ અને રીપેરીંગ
મોચી કામ
ભરત કામ
દરજી કામ
કુંભારી કામ
વિવિધ પ્રકારની ફેરી
પ્લ્બર
બ્યુટી પાર્લર
ઇલેક્ટ્રીક એપ્લાયંસીસ
ખેતીલક્ષી લુહારી/વેલ્ડીંગ કામ
સુથારી કામ
ધોબી કામ
સાવરણી સુપડા બનાવનાર
દુધ-દહીં વેચનાર
માછલી વેચનાર
પાપડ બનાવટ
અથાણાં બનાવટ
ગરમ, ઠંડાપીણાં, અલ્પાહાર વેચાણ
પંચર કીટ
ફલોરમીલ
મસાલા મીલ
રૂ ની દીવેટ બનાવવી (સખી મંડળની બહેનો)
મોબાઇલ રીપેરીંગ
પેપર કપ અને ડીશ બનાવટ (સખી મંડળ)
હેર કટીંગ (વાળંદ કામ)
માનવ કલ્યાણ યોજના આવક મર્યાદા
આ યોજનામા આવક મર્યાદા માટે નીચે મુજબની 2 શરતો રાખેલી છે.
આ યોજનાનો લાભ લેવા માટે ગ્રામ્ય વિસ્તારના લાભાર્થીઓ માટે જિલ્લા ગ્રામ વિકાસ વિભાગની ગરીબી રેખાની યાદીમાં સમાવેશ થયેલ હોવો જોઇએ. આવા લાભાર્થીએ આવકનો દાખલો રજૂ કરવાનો રહેતો નથી.
અથવા
આ યોજનાનો લાભ લેવા માટે અરજદારના કુટુંબની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તાર માટે રૂ.120000/- અને શહેરી વિસ્તાર માટે રૂ.150000/- સુધી હોવી જોઇએ તે અંગેનો તાલુકા મામલતદાર અથવા નગરપાલિકા ચીફ ઓફીસર અથવા મહાનગરોમાં મહાનગરપાલિકાના અધિકૃત કરેલા અધિકારીનો આવકનો દાખલો અચૂક રજૂ કરવાનો રહેશે.
વય મર્યાદા
માનવ કલ્યાણ યોજના નો લાભ લેવા માટે અરજદારઈ ઉંમર 16 વર્ષ થી 60 વર્ષની વચ્ચે હોવી જોઇએ.
માનવ કલ્યાણ યોજના 2023 માટે જરૂરી દસ્તાવેજો
માનવ કલ્યાણ યોજના માટે અરજી કરવા માટે, અરજદાર પાસે નીચેના દસ્તાવેજો હોવા આવશ્યક છે:
- આધાર કાર્ડ
- રેશનકાર્ડ
- રહેઠાણનો પુરાવો (વીજળી બિલ / લાઇસેંસ / લીઝ કરાર / ચૂંટણી કાર્ડ)
- અરજદારના જાતી નો દાખલો
- વાર્ષિક આવકનો દાખલો
- અભ્યાસના પુરાવા
- વ્યવસાયલક્ષી તાલીમ લીધી હોવાના પુરાવા
- બાંહેધરીપત્રક (નોટરાઇઝ સોગદનામું)
- એકરારનામું
માનવ કલ્યાણ યોજના 2023 માટે કેવી રીતે અરજી કરવી
Manav Kalyan Yojana 2023 માટે અરજી કરવા માટે, નીચેના પગલાંઓ અનુસરો
- Step 1 : સૌપ્રથમ તમારે સતાવાર વેબસાઈટ https://e-kutir.gujarat.gov.in/ પર જવાનું રહેશે.
- Step 2 : ત્યાર બાદ તમારે તે પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરવું પડશે. For New Individual Registration પર ક્લિક કરવાનું રહેશે. તેમાં બધી વિગતો ભરવાની રહેશે.
- Step 3 : રજિસ્ટ્રેશન કર્યા બાદ તમારા ઇમેઇલ આઇડી પર id password આવી જશે અને પછી લોગીન કરવાનું રહેશે.
- Step 4 : લોગીન થયા બાદ તમારે બધી વિગતો ભરવાની રહેશે.
- Step 5 : બધી વિગતો ભર્યા બાદ તમારે ફોર્મ Submit કરવાનું રહેશે અને ત્યાર બાદ એપ્લિકેશન પ્રિન્ટ કરવાની રહેશે.
અગત્યની લીંક
માનવ કલ્યાણ યોજના નોટિફિકેશન | અહીં ક્લિક કરો |
માનવ કલ્યાણ યોજના 2023 માટેનું ફોર્મ (Offline) | અહીં ક્લિક કરો |
માનવ કલ્યાણ યોજના 2023 માટેનું ફોર્મ (Online) | અહીં ક્લિક કરો |
સેલ્ફ-ડિક્લેરેશન ફોર્મની પ્રિન્ટઆઉટ ડાઉનલોડ કરો | અહીં ક્લિક કરો |
Manav Kalyan Yojana 2023 – ટુલકીટ્સ | અહીં ક્લિક કરો |
માનવ કલ્યાણ યોજનાનો 2023 ઠરાવ – તા: ૧૨-૧-૨૦૧૬ | અહીં ક્લિક કરો |
Manav kalyan Yojana 2023 Link
વારંવાર પુછાતા પ્રશ્નો FAQs
પ્રશ્ન: માનવ કલ્યાણ યોજનાનો 2023 હેતુ શું છે ?
જવાબ: માનવ કલ્યાણ યોજનાનો ઉદ્દેશ્ય આદિજાતિ બાબતોના મંત્રાલયની મદદથી ચીનમાં નિરાધાર મજૂરો અને નાના કામદારોને નાણાકીય સહાય પૂરી પાડવાનો છે.
પ્રશ્ન: માનવ કલ્યાણ યોજના 2023 માટે કોણ અરજી કરી શકે છે ?
જવાબ: માનવ કલ્યાણ યોજના માટે પાત્ર બનવા માટે, તમે ગુજરાતના રહેવાસી હોવ, 16 થી 60 વર્ષની વચ્ચે હોવ અને ગરીબી રેખા નીચે (BPL) કાર્ડ ધરાવતું હોવ. તમારી માસિક આવક 15,000 રૂપિયાથી ઓછી હોવી જોઈએ.
પ્રશ્ન: Manav Kalyan Yojana 2023 છેલ્લી તારીખ કઈ છે ?
જવાબ: માનવ કલ્યાણ યોજનાનો લાભ લેવા માટે અરજદારે 15/05/2022 સુધીમાં ઓનલાઇન ઈ કુટિર પોર્ટલ પર અરજી કરવાની રહેશે
પ્રશ્ન: Manav Kalyan Yojana 2023 નો લાભ લેવા માટે ક્યાં અરજી કરવાની રહેશે?
જવાબ: માનવ કલ્યાણ યોજનાનો લાભ લેવા માટે e-kutir.gujarat.gov.in પરથી ઓનલાઇન અરજી કરવાની રહેશે.
- NOTE – All the advertisements and vacancies placed on our website are advertised through the official website and we deliver them to you, so whenever you go to apply, you are kindly requested to visit the official website.