Divyang – દિવ્યાંગ લગ્ન સહાય યોજના…

 દિવ્યાંગ લગ્ન સહાય યોજના


—  કન્યાની ઉંમર 18 વર્ષથી વધુ અને છોકરાની ઉંમર 21 વર્ષથી વધુ હોવી જોઈએ.

— આ યોજનાનો લાભ માત્ર એક જ વખત યુગલદીઠ મળવાપાત્ર રહેશે.

— આ યોજનાનો લાભ લેવા લગ્ન થયાની તારીખથી 2 વર્ષની સમય મર્યાદામાં અરજી કરવાની રહેશે.

— બે અલગ અલગ જિલ્લામાં રહેતી દિવ્યાંગ વ્યકતિના લગ્નના કિસ્સામાં આ યોજનાનો લાભ મેળવવા માટે દિવ્યાંગ દંપતીના કાયમી વસવાટના જીલ્લામાં અરજી કરવાની રહેશે.

— દિવ્યાંગ અરજદાર અન્ય રાજયમાં વસવાટમાં કરતી દિવ્યાંગ સ્ત્રી સાથે લગ્ન કરે તેવા કિસ્સામાં બંને દિવ્યાંગ પતિ – પત્નીને આ યોજનાનો લાભ નિયત પુરાવા રજૂ કર્યેથી મળવાપાત્ર  રહેશે.

— આ યોજનાનો લાભ 21 પ્રકારની દિવ્યંગતા ધરાવનાર વ્યક્તિઓને આપવામાં આવે છે.

 -:: સહાયમાં શું મળી શકે ::-

1. આ યોજના હેઠળ દિવ્યાંગથી દિવ્યાંગ વ્યક્તિ પરસ્પર લગ્ન કરે ત્યારે બન્ને વ્યક્તિને રૂ. 50,000/- + રૂ. 50,000/- મળી કુલ રૂ.1,00,000/- સહાય મળવાપાત્ર છે.

2. દિવ્યાંગથી સામાન્ય વ્યક્તિ લગ્ન કરે તેવા કિસ્સામાં દિવ્યાંગ વ્યક્તિને રૂ. 50,000/- ની સહાય આપવમાં આવે છે.

-:: યોજનાનું અરજી પત્રક ::-

આ યોજના હેઠળ esamajklyan.gujarat.gov.in પોર્ટલ પર તેમજ ડિજિટલ ગુજરાત પોર્ટલ ઉપરથી ડિજિટલ સેવાસેતુ અંતર્ગત ” ઇ ગ્રામ ” કેન્દ્રો મારફતે માત્ર એક જ દિવસમાં લાભ આપવાની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે છે. આવેલ અરજીની ચકાસણી કરી મંજુર કરવાની સત્તા સંબંધિત જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રીની છે.

Leave a Comment