Digital Banking || આટલી બાબતોનું રાખશો ધ્યાન ||

 ::: ડીજીટલ બેન્કિંગ કરતી વખતે આટલું ન કરો :::

**********************************
 સીમકાર્ડ અને મોબાઈલ નંબરની વિગતો શેર કરશો નહી.

— ATM કાર્ડ પર પીન લખશો નહી.

— વેબસાઈટસ/ઉપકરણો/જાહેર લેપટોપ/ડેસ્ક ટોપ પર વિગતો સાચવશો નહી.

— અજાણ્યા વ્યક્તિઓ પર વિશ્વાસ કરશો નહી અને ATM માં તેમની બિલકુલ મદદ ન લેવી કારણ કે તમારી અંગત વિગતો ચોરાઈ શકે છે.

— બેંકો,વીમા કંપનીઓ તેમજ સરકાર વગેરેના કોલ સેન્ટર એજન્ટ તરીકે દંભ કરતી વ્યક્તિઓની ઓફરોથી ફસાઈ જશો નહી.

— વપરાશકર્તા નામ,પાસવર્ડ,કાર્ડની વિગતો/પીન/CVV/OTP, જન્મ તારીખ, આધાર નંબર, પરિવારના સભ્યોના નામ વેગેરે શેર કરવા માટે કોઈ પણ દબાણ કે ચાલમાં આવશો નહી.

— લોન મળતાં પહેલા જ રોકડેથી લોન પ્રોસેસિંગ ફી ચૂકવીને છેતરાશો નહી.

—  નોકરી મેળવવા માટે/મોબાઈલ બેલેન્સ રીચાર્જ કરવા/પૈસા મેળવવા માટે KYC અપડેટ કરવા તથા સરકારી સહાય,ઇનામની રકમ માટે ઓફર કરતા/વચન આપનારા સંદેશાઓનો જવાબ આપશો નહી.

— સર્ચ એન્જીન, SMS,સોશિયલ મીડિયા,ઈ મેઈલ્સ વગેરે માંથી સેવા પ્રદાતાઓની સંપર્ક વિગતો શોધશો નહી.

— અજાણી/બિન ચકાસાયેલ લીંક પર ક્લિક કરશો નહી.

— અજાણ્યા લોકોની સલાહ પર બિન ચકાસાયેલ સ્રોતો માંથી એપ્લીકેશન ડાઉનલોડ કરશો નહો.

— દેખીતી રીતે આકર્ષક અને અવાસ્તવિક ઓફરોના શિકાર ન થાઓ.

— અવિશ્વસનીય લોટરી ઓફર પર વિશ્વાસ ન કરો અને આવા ઈ મેઇલ્સ/કોલ્સના જવાબમાં સુરક્ષિત ઓળખ પત્રો શેર કરવા નહી.

— RBI પાસે જંગી રકમ પડેલી છે અને તેને રીલીઝ કરવા માટે અમુક રકમ ટ્રાન્સફર કરવાની જરૂર હોવાનો દાવો કરતા મેસેજનો કોઈ જવાબ આપશો નહી.

— કમીશન માટે અથવા બીજા કોઈ પણ કારણથી,તમારાબેંક એકાઉન્ટસ/ATM કાર્ડ્સને અન્ય લોકોને ઉપયોગ કરવાની મંજુરી આપશો નહી તેના કારણે નાણા ફેરવવા  (રાઉટ કરવા ) માટે બેંક એકાઉન્ટના દુરુપયોગને કારણે પોલીસ તપાસ થઈ શકે છે.

— ત્વરિત લોન લેવા / ઓછા વ્યાજ દરે લોન માટેની ઓનલાઈન ઓફર સામે ચુકવણી કરશો નહી અથવા સુરક્ષિત ઓળખપત્રો દાખલ કરશો  નહી.

— તમારી KYC વિગતો/ખાતાની વિગતો/ATM કાર્ડની વિગતો /પીન/CVV/OTP વિગતો માગતા કોલ્સ/ઈમેઇલ્સ/SMSનો જવાબ આપશો નહી.

–જ્યાં નાણાકીય એપ્લીકેશનનો ઉપયોગ કરવામાં આવી  રહ્યો છે તે   જ ઉપકરણ પર સ્ક્રીન શેરીંગ એપ્લીકેશન નો ઉપયોગ કરશો નહી.

— અજાણી પેમેન્ટ Apps નો ઉપયોગ કરીને QR કોડ સ્કેન કરશો નહી તેનો ઉપયોગ UPI પીન દાખલ કર્યા પછી પૈસા ટ્રાન્સફર કરવા માટે થઈ શકે છે.

— સાર્વજનિક ચાર્જિગ પોઈન્ટ અથવા અસુરક્ષિત WIFI – વાઈ ફાઈ નો ઉપયોગ કરશો નહી કારણ કે તે MALWAREને ટ્રાન્સફર કરવા અને ફોનમાંથી માહિતીને નિયત્રણમાં લેવા માટે તેનો ઉપયોગ થઈ શકે છે. 
                            *********************************************
 
 

Leave a Comment