2023 સુકન્યા સમૃદ્ધિ યોજનામાં કેવી રીતે જોડશો ?

સુકન્યા સમૃદ્ધિ યોજના 2023

 

લાભ કોને મળે ?

  • ઝીરો થી દશ વર્ષ સુધીની દીકરી/કન્યા આ યોજનામાં જોડાઇ શકે છે.
  • માતા-પિતા અથવા કાયદેસરના વાલી દીકરી-કન્યાનું ખાતું ખોલાવી શકે છે. (કન્યાની ઉંમર મર્યાદા ૧૦ વર્ષ).
  • દીકરી-કન્યાનું એક જ ખાતું ખૂલી શકે પરંતુ જો એક કરતા વધારે દીકરીઓ કુટુંબમાં હોય તો વધુમાં વધુ બે
    દીકરીનું ખાતું ખોલી શકાય.
  • પ્રથમ દીકરીના જન્મ બાદ બીજી ડીલીવરીમાં ટ્વીન્સ બેબી-દીકરીનો જન્મ થાય તો ત્રણે દીકરીના સુકન્યા
    સમૃદ્ધિમાં ખાતું ખોલાવી શકાય.
 

શરતો :

ખાતું ખોલાવ્યા બાદ એક નાણાંકીય વર્ષમાં ઓછામાં ઓછા રૂા.૨૫૦/- ભરવા જરૂરી છે. અને વધુમાં વધુ
રૂા.૧,૫૦,૦૦૦/- (એક લાખ પચાસ હજાર પુરા) ભરી શકાય અને આ ભરેલ રકમ ઇન્કમટેક્ષની કલમ ૮૦(સી) હેઠળ બાદ મળી શકે છે
.

કેટલો લાભ મળે ?

  • બેંક ડીપોઝીટના વ્યાજ દરની સરખામણીએ વધારે વ્યાજ મળે છે.
  • આ ખાતામાં ભરવામાં આવતી રકમ ઇન્કમટેક્ષની કલમ ૮૦(સી) હેઠળ વધુમાં વધુ રૂા.૧,૫૦,૦૦૦/- સુધી
    બાદ મળે છે.
  • દીકરી/કન્યાના લગ્ન સમયે ઉપયોગમાં લઇ શકાય તેમજ કન્યાના/દીકરીના ઉચ્ચ અભ્યાસ માટે જમા રહેલા
    રકમમાંથી પ૦% રકમ ઉપાડી શકાય.

 

લાભ કયાંથી મળે ?

જાહેર ક્ષેત્રની બેંકો, ખાનગી બેંકો તેમજ પોસ્ટ ઓફિસમાં સુકન્યા સમૃદ્ધિ ખાતું ખોલાવી શકાય છે.

ખાતું ખોલાવવા કયા ડોક્યુમેન્ટ જોઇએ

  • કન્યા/દીકરીનું જન્મ પ્રમાણપત્ર.
  • વાલીનું ફોટાવાળું ઓળખપત્ર.
  • વાલીનું રહેઠાણના સરનામાવાળો પુરાવો.

 
Note : 
આ લેખ તમને માહિતી મળી રહે તે હેતુ થી લખવામાં આવે છે.
અમારા દ્રારા અનેક સ્ત્રોત દ્રારા માહિતી એકત્રિત કરી લખવામાં આવે છે,તેથી હમેશા માહિતી ને સતાવાર વેબસાઈટ અથવા અધીકુત વિભાગથી પુષ્ઠી કરવી.કોઈ પણ માહિતી માટે કોઈ પણ જવાબદારી અમારી વેબસાઈટ લેતી નથી.
 
NOTE – All the advertisements and vacancies placed on our website are advertised through the official website and we deliver them to you, so whenever you go to apply, you are kindly requested to visit the official website
 
 

Leave a Comment