:: વિષયાભિમુખ કૌશલ્ય ::
પ્રશિક્ષણાર્થી મિત્રો…નમસ્કાર…
કોઈ પણ કામની શુભ શરૂઆત એટલે સમજો કે તે કામ અડધું
પૂરું થઈ ગયું. ” જેની શરૂઆત સારી તેનો અંત પણ સારો જ “
અંગેજીમાં પણ કહ્યું છે : Well begin is half done
શિક્ષક વર્ગખંડમાં પ્રવેશ કરી કોઈ ચોક્કસ મુદ્દો શીખવવાની શરૂઆત કરે ત્યારે તે મુદ્દાની રજુઆત સરળ,સહજ,વિષયને બંધબેસતી અને વિદ્યાર્થીઓમાં ભળી જઇ એટલી તો સુંદર હોવી જોઈએ કે વિદ્યાર્થીઓ આ નવો ટોપિક શીખવા ઉત્સાહ દાખવે તેમની તે ટોપિક વિશે જાણવાની જિજ્ઞાસા જાગે.
આ માટે શિક્ષકે વિદ્યાર્થીઓના પૂર્વજ્ઞાનને આધારમાં લઈ, વિદ્યાર્થીઓની રુચિ તેમનો રસ તેમની માનસિકતા તેમનું સ્થાનિક શૈક્ષણિક વાતાવરણને ધ્યાનમાં લઈ રજુઆત કરવી ઘણી યોગ્ય ગણાશે.
શિક્ષકને આવી પરિસ્થિતિનું નિર્માણ જાતે રસ લઈ કરવું જોઈએ. આ આવડત એક શિક્ષક પાસે અપેક્ષિત છે અને વિષયની આ ભવ્ય રજૂઆતની આવડત , કૌશલ્યને જ આપણે વિષયાભિમુખ કૌશલ્ય કહીશું.