

જો..જો… આ સિઝનમાં આપ બાકી રહી ન જાઓ કંકોડાના ચમત્કારિક લાભથી…
કંકોડા પાચનક્રિયા માટે ખુબ જ મહત્માવના માનવામાં આવે છે તથા જે લોકો વજન ઓછું કરવા માગતા હોય તેમના માટે કંકોડા ફાયદાકારક છે.

કારણ કે તેનાથી શરીરની ચરબી ઓછી થાય છે. કંકોડાના શાકમાં
- વિટામીન બી-12
- પ્રોટીન
- ફાઇબર
- કાર્બોહાઇડ્રેટ
- વિટામીન-ડી
- કેલ્શિયમ
- ઝીંક
- કોપર
- પોટેશ્યમ
- સોડિયમ અને મેગ્નેશ્યમ જેવા તત્વો છે.

ચોમાસાની જ ઋતુમાં જોવા મળતાં કંકોડાને…જી હા…તેના બનાવેલા શાકને દુનિયાનું શ્રેષ્ઠ શાક માનવામાં આવે છે.
આપ જાણો છો… કંકોડાનાં શાકમાં અનેક રોગને દૂર કરવાની શક્તિ છે.
કંકોડામાં સૌથી વધુ માત્રામાં પ્રોટીન જોવા મળે છે.
તે એન્ટી ઓક્સિડેન્ટ હોવાથી શરીરને સ્વચ્છ રાખવામાં મદદરૂપ થાય છે.
સામાન્ય રીતે પર્વતિય વિસ્તારોમાં કંકોડાની ખેતી વધારે પ્રમાણમાં થાય છે.
કંકોડામાં રહેલું મોમોરડીસીન અને ફાઇબર તત્વ શરીર માટે રામબાણ કહેવાય છે.
આયુર્વેદાચાર્યના મતે કોઇ વ્યક્તિને કિડની સ્ટોન હોય તો 10 ગ્રામ કંકોડાના પાવડરને પાણી અથવા દુધની સાથે આપવાથી સ્ટોનની સમસ્યાથી છૂટકારો મળે છે.

પાચનક્રિયા માટે કંકોડાનાં શાકને મહત્વનું માનવામાં આવે છે.

આ સાથે જે લોકો વજન ઓછું કરવા માગતા હોય તેમના માટે કંકોડા લાભદાયક છે, કારણ કે તેનાથી શરીરની ચરબી ઓછી થાય છે.

કંકોડા બ્લડપ્રેશર અને સુગર લેવલ કન્ટ્રોલ કરે છે. બહું ઓછા લોકો કંકોડાનાં આ ફાયદા જાણે છે…

કંકોડાનું શાકમાં વિટામીન બી-12, પ્રોટીન, ફાઇબર, કાર્બોહાઇડ્રેટ, વિટામીન-ડી, કેલ્શિયમ, ઝીંક, કોપર, પોટેશ્યમ, સોડિયમ અને મેગ્નેશ્યમ જેવા તત્વો છે. કંકોડા કોઈ સામાન્ય શાકભાજી નથી. કંકોડાને ચોમાસાની ઋતુમાં શ્રેષ્ઠ શાકભાજી માનવામાં આવે છે.

કંકોડાનું શાક ખાવાથી શરીરમાં લોહીની કમી રહેતી નથી કેમ કે તેમાં પુષ્કળ પ્રમાણમાં આયર્ન હોય છે.

આયુર્વેદમાં પણ કંકોડાનું વિશેષ મહત્વ જણાવ્યું છે...
…કંકોડા નું શાક ખાવાથી…
માથાનો દુખાવો
વાળ ખરવા
કાનમાં દુખાવો અને
ઉધરસ મટે છે.
આ શાક ખાવાથી શરીરમાં સુગરનું પ્રમાણ જળવાઇ રહે છે.
એટલું જ નહીં બ્લડપ્રેશર અને કેન્સર જેવી બિમારી સામે રક્ષણ આપે છે.

કંકોડાનું શાક બનાવવાની રેસીપી કારેલાના શાક જેવી હોય છે.
કંકોડાના…
મૂળ
ફુલ
રસ અને
પાન આયુર્વેદિક દવા માટે પણ વપરાય છે.

કંકોડાને ઘણા લોકો કંટોલા પણ કહે છે. આ શાક સ્વાદિષ્ટ હોવાની સાથે તેના પ્રતિદિન સેવનથી શરીર શક્તિશાળી બને છે.