મસાલેદાર ફુદીના છાશ-મસાલેદાર પંજાબી છાશ-રેસિપી- ગુજરાતીમાં
જી હા… આજે આપણે મસાલેદાર ફુદીના છાશ કેવી રીતે બનાવવી તે શીખીશું…ભારતમાં ઓળખાતો ફૂદીનો દુનીયામાં તેના શીત – ઠંડા ગુણધર્મ માટે પ્રખ્યાત છે. આપણે ફૂદીનાની વિવિધ વાનગી જોઇ હશે, પણ એ બધી વાનગીઓથી સર્વોતમ છે ફૂદીનાની છાશ…જી હા… ઉનાળાની ધમધોખતી બપોરના આ ફૂદીના મેળવેલી છાસ બધાની મનપસંદ ઠંડાઇ ગણાય છે. અહીં તાજા ફૂદીના વડે બનાવેલી છાસ તમને બગીચામાંથી મેળવેલા તાજા ફૂદીનાનો અહેસાસ કરાવશે. જ્યારે આપણે પૂરૂ ભોજન કર્યું હોય, તે પછી આ ફૂદીનાવાળી છાસનો એક ગ્લાસ આપણી પાચનશક્તિમાં વધારો કરે છે.
વોટ્સએપ ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો
રીત જાણીએ…
૩ ગ્લાસ ફુદીના છાશ માટે
સામગ્રી…
૧ કપ તાજું દહીં
૧/૪ કપ સમારેલ ફુદીના
૧ ટી સ્પૂન – ચમચી જીરું પાવડર
૧/૨ ટી. સ્પૂન – ચમચી લીલા મરચાની પેસ્ટ
૧/૪ ટી સ્પૂન – ચમચી સંચળ
મીઠું સ્વાદ મુજબ
૪ બરફના ટુકડા
છાશ ને શણગારવા માટે ફુદીનાના પાન
ચાલો શીખીએ…
- ઉપર જણાવેલ બધી વસ્તુઓ મિક્સરમાં ભેગી કરી સુંવાળી અને ફીણદાર છાશ તૈયાર કરી લો.
- તેમાં ૧ ૧/૨ કપ પાણી મેળવી ફરી ૧ મિનિટ સુધી મિક્સરમાં ફેરવી લો.
- આમ તૈયાર થયેલી છાશને ૩ સરખા ગ્લાસમાં રેડી ફૂદીનાના પાન વડે સજાવીને તરત જ પીરસી દો.
****** આ રીતે બનાવો છાશ ******
- સૌ પ્રથમ ફુદીનાના પાનની એક તાજી ઝૂડી લઇ લો.
- સડેલા પાન એટલે કે કાળા, પીળા અથવા નારંગી ફોલ્લીઓ વાળા પાનને કાઢી નાખો અને ફુદીનાની ઝૂડીના મૂળ કાપી નાખો. તાજા અને ચોખ્ખા પાંદડા લો અને દાંડી ને કાઢી નાંખો.
- ચોખ્ખા પાણી વડે બરાબર ફુદીનાના પાનને ધોવો.
- બધા પાંદડા ભેગા કરો અને મિક્સરમાં પીસવા માટે સરળ બનાવવા માટે પાંદડાને મોટા મોટા કાપી નાખો.
- ત્યાર બાદ મિક્સરમાં ૧ કપ તાજું દહીં લો.
- તેમાં સમારેલા ફુદીનાના પાન ઉમેરો.
- હવે તેમાં જીરૂ પાવડર નાખો. જીરૂ પાવડર કરતા પહેલા તેને શેકવાથી પાવડરનો સ્વાદ વધે છે.
- હવે લીલા મરચા ની પેસ્ટ નાખો. ઉપરાંત તેમાં વધુ ઝિંગ ઉમેરવા માટે આદુની પેસ્ટ ઉમેરી શકો છો.
- અને હવે તેમાં મીઠું ઉમેરો. જો ઉપવાસ હોય તો પછી સિંધવ મીઠું…
- બધા ઘટકોને મિક્સરમાં ભેગું કરી અને સુંવાળુ અને ફીણદાર થાય ત્યાં સુધી પીસી લો.
- તેમાં ૧ ૧/૨ કપ ઠંડુ પાણી ઉમેરો.
- ફરી એક વખત પીસી લો અને હવે આપણી ફીણદાર મસાલેદાર ફુદીના છાશ તૈયાર છે…જી હા…તૈયાર…
- હવે તેને સમાન પ્રમાણમા ૩ સરખા ગ્લાસમાં રેડો.
- તેને ફૂદીનાના પાન વડે શણગારી હવે પીરસો.
ભક્તિ રસ અહીંથી જુઓ…
Note
આ લેખ તમને માહિતી મળી રહે તે હેતુ થી લખવામાં આવે છે.
અમારા દ્રારા અનેક સ્ત્રોત દ્રારા માહિતી એકત્રિત કરી લખવામાં આવે છે,તેથી હમેશા માહિતી ને સતાવાર વેબસાઈટ અથવા અધીકુત વિભાગથી પુષ્ઠી કરવી.કોઈ પણ માહિતી માટે કોઈ પણ જવાબદારી અમારી વેબસાઈટ લેતી નથી.
અમારા દ્રારા અનેક સ્ત્રોત દ્રારા માહિતી એકત્રિત કરી લખવામાં આવે છે,તેથી હમેશા માહિતી ને સતાવાર વેબસાઈટ અથવા અધીકુત વિભાગથી પુષ્ઠી કરવી.કોઈ પણ માહિતી માટે કોઈ પણ જવાબદારી અમારી વેબસાઈટ લેતી નથી.
NOTE – All the advertisements and vacancies placed on our website are advertised through the official website and we deliver them to you, so whenever you go to apply, you are kindly requested to visit the official website