નાણાંકીય સહાય માનવ ગરિમા યોજના…

 માનવ ગરિમા યોજના માટે નાણકીય સહાય

આ યોજનાનો હેતુ શું છે આવો જાણીએ…

  • નાનો ધંધો-રોજગાર શરૂ કરવા ઇચ્છુક હોય તેવી વ્યક્તિઓને સ્વરોજગારીના ધંધા- રોજગાર અનુરૂપ કિટ્‍સ આપવામાં આવે છે
  • આ યોજના શરૂ થયાનું વર્ષ: ૧૯૯૫

કોને મળી શકે આ યોજનાનો લાભ...


  • અરજદારશ્રીની વય મર્યાદા ૧૮ થી ૬૦ વર્ષની હોવી જોઇએ
  • અનુસૂચિત જાતિના લોકો કે જેઓની વાર્ષિક આવક મર્યાદા ગ્રામ્યવિસ્તારમાં ₹ ૧,૨૦,૦૦૦ અને શહેરી વિસ્તારમાં ₹. ૧,૫૦,૦૦૦ ધરાવતા હોય
  • અનુસૂચિત જાતિ પૈકી અતિપછાત જાતિ માટે કોઇ આવક મર્યાદા નથી.
  • લાભાર્થી દ્વારા અથવા લાભાર્થીના અન્ય કુટૃંબના સભ્યો દ્વારા આ યોજના હેઠળ અગાઉ લાભ લીધેલ હશે તો પુન: આ યોજના હેઠળ લાભ મળવાપાત્ર નથી

સહાયનું ધોરણ આ મુજબ છે…

  • સ્વરોજગારીના ધંધા- રોજગાર માટે અનુરૂપ કિટ્સ (કુલ-૨૮ ટ્રેડમાં).
  • કુલ –૨૮ પ્રકારના વ્યવસાય માટે ટૂલ કિટ્સ આપવામાં આવે છે.

વધુ માહિતી અને માર્ગદર્શન માટે…
https://sje.gujarat.gov.in/

Leave a Comment