તરબૂચ એટલે કે Watermelon
આવો, જાણીએ…
તરબૂચનાં અદભુત ફાયદા…લાભ…મહત્વ
જી હા…ગ્રીષ્મ ઋતુનું ફળ તરબૂચ લગભગ દરેક જગ્યાએ સરળતાથી મળી જ રહે છે. પાકેલુ, લાલ ગરવાળું તરબૂચ સ્વાદમાં મધુર, ગુણમાં શીતળ, પિત્ત અને ગરમીનું શમન કરનારું, પ્રૌષ્ટિકતા અને તૃપ્તિ આપનારું, પેટ સાફ લાવનારું, મૂત્રલ અને કફકારક છે.
વોટ્સએપ ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો
કાચું તરબૂચ ગુણમાં ઠંડુ, દસ્ત રોકનારું, વાત અને કફકારક, પચવામાં ભારે અને પિત્તનાશક છે.
તરબૂચનાં બીજ શીતવીર્ય, શરીરમાં સ્નિગ્ધતા વધારનારાં, પ્રૌષ્ટિક, મૂત્રલ, ગરમીનું શમન કરનારાં ,કૃમિનાશક, મગજની શક્તિ વધારનારાં, દુર્બળતા મટાડનારાં, કિડનીની કમજોરી દૂર કરનારાં, ગરમીની ખાંસી અને તાવ મટાડનારાં, ક્ષય અને મૂત્ર રોગોને દુર કરનારાં છે. બીજના સેવનની માત્રા દરરોજ 10 થી 20 ગ્રામ. તરબૂચનાં બીજ વધુ ખાવાથી યકૃતને નુકસાન થાય છે.
સાવધાની :-
ગરમ પ્રકૃતિવાળા માટે તરબૂચ એક ઉત્તમ ફળ છે. પરંતુ કફ પ્રકૃતિવાળા માટે હાનિકારક છે. આથી શરદી – ઉધરસ,શ્વાસ,મધુપ્રમેહ,કોઢ અને રક્તવિકારના દર્દીઓએ આનું સેવન ન કરવું.
ગ્રીષ્મ ઋતુમાં બપોરના ભોજનના બે ત્રણ કલાક પછી તરબૂચ ખાવું લાભદાયક છે. જો તરબૂચ ખાધા પછી કોઈ તકલીફ થાય તો મધ અથવા ગુલકંદનું સેવન કરવું.
:: ઔષધ પ્રયોગ ::
૧. મંદાગ્નિ :- તરબૂચનાં લાલ ગરમાં કાળાં મરી, જીરું અને મીઠું ભભરાવીને ખાવાથી ભૂખ ઉઘડે છે અને પાચનશક્તિ વધે છે.
૨. શરીર પુષ્ટિ :- તરબૂચનાં બીજનાં ગર્ભનું ચૂર્ણ બનાવી લેવું.ગરમ દૂધમાં સાકર તથા એક ચમચી આ ચૂર્ણ નાખીને ઉકાળવું. દરરોજ આનું સેવન કરવાથી શરીર પુષ્ટ થાય છે.
અમારા દ્રારા અનેક સ્ત્રોત દ્રારા માહિતી એકત્રિત કરી લખવામાં આવે છે,તેથી હમેશા માહિતી ને સતાવાર વેબસાઈટ અથવા અધીકુત વિભાગથી પુષ્ઠી કરવી.કોઈ પણ માહિતી માટે કોઈ પણ જવાબદારી અમારી વેબસાઈટ લેતી નથી.