કેવી રીતે કરી શકાય બાબા અમરનાથ યાત્રા 2023…online રજીસ્ટ્રેશન…

બાબા અમરનાથ યાત્રા 2023માટે on-line નોધણી કેવી રીતે કરવી ??? 

આવો, જાણીએ વિગતે…

        મહાદેવ  હર

    બાબા અમરનાથ યાત્રા માટે ઓન લાઈન નોધણી શરુ થવા જઈ રહી છે ત્યારે જો તમે પણ બાબા અમરનાથના દર્શન કરવા ઈચ્છતા હોવ તો આપના માટે આ ખૂબ જ શુભ સમાચાર છે. 2023માં આ યાત્રા પહેલાંની જેમ  જ શરુ થવા જઈ રહી છે. આવો, જાણીએ વિગતે…

       બાબા અમરનાથ યાત્રા રજીસ્ટ્રેશન – નોધણી 2023

            અમરનાથ SHRINE BOARD દ્વારા   એપ્રિલ મહિનાથી  બાબા અમરનાથ યાત્રા માટે ઓન લાઈન રજીસ્ટ્રેશન શરુ કરવામાં આવ્યું છે.વંદનીય ભક્તજનોને નમ્ર પ્રાર્થના કે અહી પ્રસ્તુત માહિતી પૂરી વાંચે અને અનેક ભક્તો સુધી પહુંચાડે…મહાદેવ હર…

        બાબા અમરનાથ યાત્રા 

            આ પવિત્ર યાત્રા હિમાલયના યાત્રાધામની સૌથી જૂની સંગઠિત યાત્રા પ્રણાલી છે કે જે સમયાંતરે હિન્દુ ઋષીઓ દ્વારા વિકસાવવામાં આવી છે. અમરનાથ ગુફા હિન્દું ધર્મનું પ્રસિદ્ધ તીર્થધામ છે.જ્યાં લોકો બરફના શિવલિંગ એટલે  કે બાબા અમરનાથના દર્શન કરવા માટે દુર દુર થી આવે છે, આ પ્રવાહ બટાલાલ, વન બ્લોક, પહેલગામ વગેરેમાંથી પસાર છે. બાબા અમરનાથ ગુફા સમુદ્ર સપાટી થી ૩૮૯૦ કિલોમીટર  છે. દેશ – વિદેશના અનેક શ્રદ્ધાળુઓ અહી દર્શનાર્થે પધારે છે. અહી બરફના ટીપાંથી 10 થી 12 ફૂટ ઊંચું શિવલિંગ નિર્માણ પામેછે. ચંદ્ર કળાની સાથે સાથે શિવલીંગની ઊંચાઈમાં વધારો કે ઘટાડો જોવા મળે છે. પુનમના દિવસે શિવલિંગ તેના પૂર્ણ કદમાં દ્રશ્યમાન થાય છે.

      બાબા અમરનાથ યાત્રા 2023 માટે ઓન લાઈન નોધણીના નિયમો અને શરતો જાણીએ

        બાબા અમરનાથ યાત્રાનો માર્ગ ઘણો અઘરો છે. તેથી અહી ભારત સરકાર અને અમરનાથ યાત્રાધામ બોર્ડ દ્વારા કેટલાક ચોક્ક્સ નિયમો અને શરતો ઘડવામાં આવી છે.જેનું પાલન કરવું દરેક યાત્રાળુ માટે ફરજિયાત છે. તદઉપરાંત અહી આતંકવાદી તત્વોની પણ સમસ્યા હોવાથી વહીવટી તંત્ર અને બોર્ડ દ્વારા ઘડવામાં આવેલા નીયમો  અને શરતોનું એક જાગૃત અને જવાબદાર નાગરિક અને શ્રદ્ધાળુ તરીકે પોતાની જવાબદારી સમજી પાલન કરવું અત્યંત જરૂરી છે.આવો,જાણીએ વિગતે…

  • બાબા અમરનાથના દર્શન કરવા ઈચ્છુક શ્રદ્ધાળુએ ઓનલાઈન પરમીટ લેવી ફ્રરજીયાત છે.
  • આ પરમીટ માત્ર એક જ યાત્રા માટે માન્ય રહેશે.
  • અહી ઈચ્છુક શ્રદ્ધાળુનની ઉમર મર્યાદા 13 થી 75 વર્ષની વચ્ચે હોવી જોઈએ. 6 અઠવાડિયાથી ઓછો ગર્ભ ધરાવતી મહિલા પણ નોધણી કરાવી શકે.
  • પરમીટ માટે સ્વાસ્થ્ય પ્રમાણપત્ર આપવું દરેક શ્રદ્ધાળુ માટે ફરજીયાત છે.  

બાબા અમરનાથ યાત્રાળુઓ માટે વીમા કવચનું રક્ષણ

        અહી યાત્રા માટે આવતા દરેક શ્રદ્ધાળુઓનો વીમો લેવામાં આવે છે. વિમાની રકમ રૂપિયા 5 લાખ કરવામાં આવી છે. આ સિવાય ઘોડા અને ખચ્ચર પર મુસાફરી કરતા યાત્રાળુઓને પણ વીમા કવચ પૂરું પાડવામાં આવે છે.

બાબા અમરનાથ યાત્રાળુઓ માટે 2023 એપ્લીકેશન ફોર્મ વિષે જાણીએ

        તમામ શ્રદ્ધાળુઓ આ યાત્રાની અધિકૃત વેબ સાઈટ પરથી યાત્રા પરમીટ અરજી  ફોર્મ ડાઉનલોડ કરી શકે છે. આ નોધણી પ્રોસેસ દેશભરમાં અંદાજીત 445 બેંક શાખાઓની મદદથી કરવામાં આવે છે. પરમીટ રજીસ્ટ્રેશન ફોર્મ બેંક શાખાઓ દ્વારા સબમિટ કરી શકાય છે. આ માટે સ્વાથ્ય પ્રમાણપત્ર ફરજીયાત છે. નોધણી અને ફરજીયાત આરોગ્ય પ્રમાણપત્ર માટેનું અરજી ફોર્મ S.A.S.B.દ્વારા ઓન લાઈન પુરૂ પાડવામાં આવે છે. 

બાબા અમરનાથ યાત્રા 2023 માટે ઓન લાઈન ફોર્મ કેવી રીતે ભરવું ??? 

આવો, જાણીએ…

  • પ્રથમ આ યાત્રા માટેની અધિકૃત વેબ સાઇટ પર જવું.

             http://www.shriamarnathjishrine.com/

  • ત્યારબાદ રજીસ્ટ્રેશન બટન પર ક્લિક કરવું.
  • ત્યારબાદ અહી આપેલ તમામ બાબતો ધ્યાનથી વાંચી સમજી એગ્રી પર ટીક કરી રજીસ્ટ્રેશન કરવું પડશે.
  • ત્યારબાદ તમારી સામે જે પેજ ખુલે તેમાં ચીવટથી વિગતો ભરવાની રહેશે. જે સબમિટ કરવાનું રહેશે.
  • સબમિટ કર્યા બાદ તમારી સ્ક્રીન પર એક મેસેજ દેખાશે કે તમારી વિગતો સેવ કરવામાં આવી છે અને તમારો  રજીસ્ટ્રેશન નંબર અને OTP તમારા EMAIL અને આપેલ નંબર પર આવશે જે એન્ટર કરી સબમિટ કરવાનું રહેશે.
  • ત્યારબાદ તેઓને તમારું રજીસ્ટ્રેશન મળશે અને બોર્ડ દ્વારા વિગતોની ચકાસણી કર્યા બાદ તમને ટ્રાવેલ પરમીટ ડાઉનલોડ કરવા માટે એક ઇમેલ મળશે જેમાં જણાવેલ હશે કે ટ્રાવેલ પરમીટ ડાઉનલોડ કરવા માટે 24  કલાકની અંદર ચુકવણી કરો અને આપની પરમીટ ડાઉનલોડ કરો.  
  • ચુકવણી કર્યા બાદ આપ મુસાફરી પરમેન્ટ PDF ડાઉનલોડ કરી શકો છો.
  • ટ્રાવેલ પેમેન્ટ મેળવવામાં સમય લાગી શકે છે. આપ અધિકૃત વેબસાઈટ પર જઈને ટ્રેક એપ્લીકેશન કરીને તમારું રજીસ્ટ્રેશન પણ ચેક કરી શકો છો.

બાબા અમરનાથ યાત્રા માટે અગત્યના ડોક્યુમેન્ટ જોઈએ…

  1. યાત્રાનું મંજુરી પત્ર
  2. તબીબી પ્રમાણપત્ર
  3. ચાર પાસપોર્ટ સાઈઝના ફોટો
સદર યાત્રાની ઓન લાઈન ફી 220 રૂપિયા  છે અને હા એક MOBILE PHONE થી 5 જણ રજીસ્ટ્રેશન કરાવી શકે છે.  વધુ માહિતી અને માર્ગદર્શન માટે બાબા અમરનાથ યાત્રા હેલ્પ લાઈન નબર પર સંપર્ક કરી શકો છો. 
                                                            
                                                            મહાદેવ  હર








        

Leave a Comment