કેરી – Mango
વોટ્સએપ ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો
પાકી કેરી ખાવાથી શરીરમાં સાતેય ધાતુઓની વૃદ્ધિ થતાં તંદુરસ્તી સુધરે છે. પાકી કેરી દુબળા કૃશ લોકોને પુષ્ટ બનાવવા માટે સર્વોત્તમ ઔષધ અને સર્વોત્તમ ખાદ્ય ફળ છે. પાકી કેરી ચૂસીને ખાવી આંખ માટે હિતકર છે. આ એક ઉત્તમ પ્રકારનું હ્રદયપોષક છે તથા શરીરમાં છુપાયેલા વિષને બહાર કાઢે છે. જે કેરીની છાલ પાતળી, ગોટલી નાની, રેસા વગરની હોય, ગર્ભદળ વધુ હોય એવી કેરી ઉત્તમ પોષક બને છે. મધ સાથે પાકી કેરીના સેવનથી ક્ષય, પ્લીહા, વાયુ અને કફદોષ દૂર થાય છે.
:: ઔષધ પ્રયોગ ::
દૈનિક ન્યૂઝ પેપર વાંચવા અહીં ક્લિક કરો
૧. પેટના રોગ, પુષ્ટિ :
કેરીના રસમાં ઘી અને સૂંઠ નાખીને સેવન કરવાથી એ જઠરાગ્નિવર્ધક, બળવર્ધક અને વાયુ તથા પિત્તદોષનાશક બને છે. વાયુરોગ હોય અથવા પાચનતંત્ર દુર્બળ હોય તો કેરીના રસમાં આદુ નાખવું હિતકારી છે.
૨. પુષ્ટિ, કાંતિવર્ધક :
જો એક વખતના આહારમાં સવારે કે સાંજે ફક્ત કેરી ચૂસીને થોડું આદુ લેવામાં આવે અને દોઢ – બે કલાક પછી દૂધ પીવામાં આવે તો ૪૦ દિવસમાં શરીરમાં ખૂબ જ બળ વધે છે. કાંતિ વધારે છે અને શરીર પુષ્ટ તથા સુડોળ થઈ જાય છે.
૩. વૃદ્ધો માટે વિશેષ પુષ્ટિદાયક પ્રયોગ :
સવારે ખાલી પેટે કેરીનો ૨૫૦ ગ્રામ રસ, ૫૦ ગ્રામ મધ અને આદુનો ૧૦ ગ્રામ રસ મેળવીને લેવો. એના બે કલાક પછી એક ગ્લાસ દુધ પીવું. ૪ કલાક સુધી કંઈ ન ખાવું. આ પ્રયોગ વૃદ્ધાવસ્થાને દૂર ધકેલનારો તથા વૃદ્ધો માટે ખૂબ બળપ્રદ અને જીવનશક્તિ વધારનારો છે.
:: સાવધાની ::
– કેરી અને દૂધનું એક સાથે સેવન ન કરવું આયુર્વેદિક દ્રષ્ટિથી વિરુદ્ધ આહાર છે. એનાથી આગળ જતાં ચામડીના રોગો થઈ શકે છે.
લાંબા સમય સુધી રાખેલ વાસી રસ વાયુકર્તા, પાચનમાં ભારે અને હૃદય માટે હિતકારી નથી. બજારમાં વેચાતો કેરીનો ડબ્બાબંધ રસ સ્વાસ્થ્ય માટે હિતકર નથી.
કાચી અને સ્વાદમાં ખાટી કેરી ખાવાથી લાભના બદલે હાનિ થઈ શકે છે. કાચી કેરી ખાવી હોય તો એમાં ગોળ,ધાણા,જીરું અને મીઠું નાખીને ખાઈ શકાય.
અમારા દ્રારા અનેક સ્ત્રોત દ્રારા માહિતી એકત્રિત કરી લખવામાં આવે છે,તેથી હમેશા માહિતી ને સતાવાર વેબસાઈટ અથવા અધીકુત વિભાગથી પુષ્ઠી કરવી.કોઈ પણ માહિતી માટે કોઈ પણ જવાબદારી અમારી વેબસાઈટ લેતી નથી.