કાળો દોરો પહેરવાનું જાણો મહત્વ…

 કાળો  દોરો પહેરવાનું જાણો મહત્વ…

*** કાળો દોરો  પહેરવાનું શું છે મહત્વ

*** કાળો દોરો પહેરવાના છે ઘણા બધા ફાયદા

*** ઘણા લોકો હાથ પર તો ઘણા લોકો ગળામાં અને ઘણા પગ પર પહેરે છે કાળો દોરો

*** જ્યોતિષવિજ્ઞાન મુજબ જાણો કાળો દોરો પહેરવાના ફાયદા અને મહત્વ

    આપણે ઘણા લોકોને ગળામાં,હાથ પર કે પગ પર કાળો દોરો પહેરતાં જોઈએ છીએ. આ કાળો દોરો પહેરવાના ઘણા બધા કારણો જોવા મળે છે. આપણે જ્યોતિષવિજ્ઞાન મુજબ વાત કરીએ તો ખૂબ  જ  મહત્વ રહેલું છે કાળો દોરો પહેરવાનું જ્યોતિષવિજ્ઞાનમાં…તે બુરી નજથી બચાવે છે સાથે સાથે બીજા ઘણા ફાયદા પણ આપે છે. તે કર્મ ફળદાયક અને ન્યાયના દેવતા ભગવાન શ્રી શનિદેવ સાથે પણ સીધો સંબધ ધરાવે છે. તો ચાલો, હવે જાણીએ વિસ્તારથી…

     — કાળો  દોરો પહેરવાનું મહત્વ અને  ફાયદા 

         જ્યોતિષવિજ્ઞાન મુજબ કાળો રંગ ભગવાન શ્રી શનિદેવ સાથે સીધો સંબંધ ધરાવે છે માટે કાળો દોરો પહેરવાથી શનિદેવની ખરાબ દ્રષ્ટીથી રક્ષણ મળેછે. અનેક વિઘ્નો અને મુસીબતો ટળી જાય છે. શનિદેવનો જાતક પર પ્રકોપ ઓછો થાય છે.એવી પણ માન્યતા રહેલી છે કે જે લોકો ગળામાં  કાળો દોરો પહેરે છે  તે જાતક પર શનિદેવની ખરાબ દ્રષ્ટી પડતી નથી. વ્યક્તિ ઝડપથી પ્રગતી કરી શકે છે.

     — ખરાબ દ્રષ્ટીથી મળે છે રક્ષણ 

        આપણે જાણીએ છીએ કે બાળકોને પણ ગળામાં કાળો દોરો પહેરાવવામાં આવે છે જેથી નકારાત્મક બાબતોથી બાળકોનું રક્ષણ થાય તથા ખરાબ દ્રષ્ટી પણ રક્ષણ મળે. અને  હા બાળકોને ગળામાં કાળો દોરો પહેરાવતી વેળાએ એ બાબતનું પણ ધ્યાન રાખવું કે તે ગળામાં ન ફસાઈ જાય તે રીતે દોરાની લંબાઈ યોગ્ય રાખવી લોકો આ માટે હાથ કે પગમાં પણ કાળો દોરો પહેરે છે.

     — કાળો દોરો વારંવાર માંદા કે બીમાર રહેતા લોકોને પણ આપે છે રક્ષણ

        જે  લોકો વારંવાર માંદા કે બીમાર રહેતા હોય તેવા લોકો પણ કાળો દોરો પહેરી રાખે તો નકારાત્મક બાબતોથી રક્ષણ થાય છે.નજર દોષ પણ દુર થાય છે. વ્યક્તિ વારંવાર માંદા કે બીમાર પડતા નથી.તેવું માનવામાં આવે છે. નકારાત્મક ઉર્જા કાળા દોરામાં સમાઈ જાય છે અને તેનો ખરાબ પ્રભાવ શરીર  પર પડતો નથી તેવું માનવામાં આવે છે. એક કવચની જેમ કાળો દોરો ધારકનું રક્ષણ કરે છે તેવું કહીશકાય.

        

કાળો દોરો
Leave a Comment