આઈ ખેડૂત પોર્ટલ 2023

 આઇ ખેડૂત પોર્ટલ યોજના વિશે સંપૂર્ણ માહિતી ગુજરાતીમાં…

2023 i khedut portal gujarat

www.ikhedut.gujarat.gov.in portal



ગુજરાત સરકાર દ્વારા રાજ્યના દરેક ખેડૂતોને અનેક પ્રકારના લાભો અને સેવા આપવા માટે આઈ ખેડૂત પોર્ટલ યોજના 2023 શરૂ કરવામાં આવ્યું છે. 

ગુજરાત સરકારે…

ખેતી

પશુપાલન

-બાગાયત

-મત્સ્યોદ્યોગ

-જમીન અને જળ સંરક્ષણ

માટે ઘણી યોજનાઓ શરૂ કરી છે. 

આ તમામ યોજનાઓ વિશેની માહિતી આઇ ખેડૂત પોર્ટલ પર ઉપલબ્ધ છે અને રાજ્યમાં દરેક ખેડૂત આ આઈ ખેડૂત યોજના નો લાભ મેળવવા માટે આ ઑનલાઇન પોર્ટલ પર અરજી કરી શકે છે.

આવી ઉપયોગી માહિતી ઘરે બેઠાં મેળવો આપણાં વોટ્સએપ ગ્રુપમાં જોડાઈને…જોડાવા અહીં ક્લિક કરો


ગુજરાત આઇ ખેડૂત પોર્ટલ – 2023 i khedut portal gujarat

i-Khedut portal ગુજરાત પર તમને ઘણા બધા પ્રકાર ની સેવાઓનો લાભ મળશે જેવી કે ડિલર પાસે ઉપલબ્ધ ક્રુષિ વિષયક સાધન સામગ્રીની વિગતો, કૃષિ ધિરાણ આપનાર બેંક/ સંસ્થાની માહિતી ,અધ્યતન કૃષિ અને સંલગ્ન વિષયક તાંત્રિક માહિતી ,કૃષિ પેદાશોના વિવિધ એ.પી.એમ.સી.ના બજાર ભાવ, હવામાનની વિગતો, ખેતીમાં મૂંઝવતા પ્રશ્નોનું નિરાકરણ, ખેતીની જમીન ખાતાની વિગતો.

આઇ ખેડૂત પોર્ટલનો હેતુ – ઉદ્દેશ

i-khedut પોર્ટલ યોજના નો મુખ્ય હેતુ ગુજરાત રાજ્યના તમામ ખેડૂતોને સરકારી યોજનાઓનો લાભ આપવાનો છે.  આ પોર્ટલ દ્વારા ખેડૂતો કોઈપણ યોજના માટે સરળતા થી ઓનલાઈન અરજી કરી શકે છે અને અરજીની સ્થિતિ પણ ચેક કરી શકે છે.  ખેડૂતોએ યોજના ના લાભ લેવા કે અરજી કરવા માટે કોઈપણ સરકારી ઓફિસ જવાની જરૂર રહેશે નહીં.  તે i-khedut પોર્ટલ દ્વારા કોઈપણ યોજના માટે પોતાની નિશુલ્ક નોંધણી કરાવી શકે છે.  i-khedut પોર્ટલ દ્વારા સમય અને નાણાં બંનેની બચત થશે અને સિસ્ટમમાં ઘણો સુધારો આવશે.

ગુજરાત આઇ ખેડૂત પોર્ટલ ના લાભો

  • આ યોજના માટે અરજી કરવા કે લાભ લેવા માટે ખેડૂતે સરકારી ઓફિસ જવાની જરૂર નથી.
  • – આ યોજનાનો લાભ રાજ્યના ખેડૂતો કોઈપણ સમયે ઘરે બેઠા ઓનલાઈન માહિતી મેળવી શકે છે.
  • – આ ઓનલાઈન સુવિધા દ્વારા, જે ખેડૂતો નોંધણી નથી કરાવેલ તે પણ યોજનાઓ માટે અરજી કરી શકે છે.
  • – ગુજરાતના દરેક ખેડૂતો આ યોજનાનો લાભ લઈ શકે છે.
  • i-ખેડૂત પોર્ટલ હેઠળ ખેડૂતોના કલ્યાણ માટે ઘણી સેવાઓ પૂરી પાડવામાં આવે છે.
::::::::::::::::::::::::::::::::::::::

i-ખેડૂત પોર્ટલ ની પાત્રતા

  • ખેડૂત અરજદાર ગુજરાતનો કાયમી નિવાસી હોવો જોઈએ.
  • – અરજદારનો મુખ્ય વ્યવસાય ખેતી હોવો જોઈએ.
  • – ખેડૂત પાસે આધાર કાર્ડ હોવું ફરજિયાત છે.
  • – ખેડૂત પાસે બેંક ખાતું હોવું ફરજિયાત છે.
  • – આ તમામ દસ્તાવેજ ચેક કર્યા બાદ જ ખેડૂત ને યોજના નો લાભ મળી શકે છે.
  • તમામ સાચા દસ્તાવેજની વિગતો આપવી આવશ્યક છે.

આઇ ખેડૂત પોર્ટલ માટે જરૂરી દસ્તાવેજો

  • અરજદારનું આધાર કાર્ડ
  • – ઓળખપત્ર
  • – બેંક એકાઉન્ટ પાસબુક
  • – મોબાઇલ નંબર
  • – પાસપોર્ટ સાઇઝનો ફોટો

i-Khedut પોર્ટલ પર યોજનાઓ

  • ખેતીવાડી ની યોજનાઓ
  • પશુપાલનની યોજનાઓ
  • બાગાયતી યોજનાઓ
  • મત્સ્ય પાલન ની યોજનાઓ
  • ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશલ લિ

અન્ય યોજનાઓ

  • આત્માની પ્રાકૃતિક કૃષિ યોજનાઓ
  • ગોડાઉન સ્કીમ – ૨૫% કેપીટલ સબસિડી
  • ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડ, ગુજરાતની સહાયકારી યોજનાઓ
  • સેંન્દ્રિય ખેતીને પ્રોત્સાહન આપવા માટેની યોજનાઓ
  • ધિરાણ સહકારી મંડળીઓ દ્વારા ગોડાઉન બનાવવા સહાય યોજના


ઉપર દર્શાવેલ બધી યોજના વિશે વધુ માહિતી મેળવવા માટે નીચે આપેલ લીંક પર ક્લિક કરો.


https://ikhedut.gujarat.gov.in/iKhedutPublicScheme

i-khedut Portal પર ઓનલાઇન રજિસ્ટ્રેશન કેવી રીતે કરવું?

સહું પહેલાં અરજદારે… ઓનલાઈન અરજી ikhedut portal પોર્ટલ પર જવાનું રહેશે. પોર્ટલની મુલાકાત લીધા પછી, તમારી સામે હોમ પેજ ખુલશે. ત્યાર પછી તમારે “યોજનાઓ” ના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે.



ઓપ્શન પર ક્લિક કર્યા પછી તમારી સામે એક નવું પેજ ખુલશે.  આ પેજ પર, વિવિધ પ્રકારની યોજનાઓ જોવા મળશે. અને તમારે જે યોજના નો લાભ લેવો છે કે માહિતી મેળવવી છે તો તે યોજના પર ક્લિક કરવાનું રહેશે 


તમે યોજના પર ક્લિક કર્યા પછી નવું પેજ ખુલશે અને જે યોજના માટે તમારે અરજી કરવી છે તો તે યોજના પર ક્લિક કરી અરજી કરવાની રહેશે.


ત્યાર બાદ તમને પૂછવામાં આવશે કે તમે અગાઉ થી રજિસ્ટ્રેશન કરાવેલ છે કે નહિ.


જો તમે રજિસ્ટ્રેશન કરાવેલ નથી, તો તમારે હા કે ના પર ક્લિક કરવાનું રહેશે અને પછી આગળ વધો બટન પર ક્લિક કરો. પછી તમારે આગલા પેજ પર નવા નોંધણીના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે.


વિકલ્પ પર ક્લિક કર્યા પછી, યોજના માટે અરજી નું ફોર્મ તમારી સામે ખુલશે અને તેના માટે તમને વ્યક્તિગત વિગતો જેવી કે નામ, સરનામું, બેંક ની વિગતો, જમીન ની વિગતો, રેશન કાર્ડની વિગતો ભરવાની રહેશે અને પછી કેપ્ચા કોડ દાખલ કરવો પડશે.


બધી માહિતી ભર્યા પછી તમારે અરજી સેવ કરો બટન પર ક્લિક કરવાનું રહેશે.આ રીતે તમારી i-khedut પોર્ટલ પર ઓનલાઇન અરજી સબમિટ કરવાની રહેશે.

અમને આશા છે કે તમને i-khedut પોર્ટલ યોજના 2023 વિશે સંપૂર્ણ માહિતી મળી ગઈ હશે. હજુ પણ તમે કઈ વસ્તુ જાણવા માંગતા હોય તો અમારા વોટ્સએપ ગ્રૂપ અને ટેલીગ્રામ ગ્રૂપ માં જોડાય શકો છો અથવા કૉમેન્ટ પણ કરી શકો છો.



i-ખેડૂત પોર્ટલ

પોર્ટલ નું નામ

i-ખેડૂત પોર્ટલ

રાજ્ય

ગુજરાત

લાભાર્થી

ગુજરાત રાજ્ય ના ખેડૂતો

યોજના નો હેતુ

સરકારની વિવિધ યોજનાઓનો લાભ ખેડૂતો સુધી પહોંચાડવો

સત્તાવાર વેબસાઇટ

https://ikhedut.gujarat.gov.in


Note : 
આ લેખ તમને માહિતી મળી રહે તે હેતુ થી લખવામાં આવે છે.
અમારા દ્રારા અનેક સ્ત્રોત દ્રારા માહિતી એકત્રિત કરી લખવામાં આવે છે,તેથી હમેશા માહિતી ને સતાવાર વેબસાઈટ અથવા અધીકુત વિભાગથી પુષ્ઠી કરવી.કોઈ પણ માહિતી માટે કોઈ પણ જવાબદારી અમારી વેબસાઈટ લેતી નથી.
NOTE – All the advertisements and vacancies placed on our website are advertised through the official website and we deliver them to you, so whenever you go to apply, you are kindly requested to visit the official website

Leave a Comment